ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી સતત આમ આદમી પાર્ટી દ્વારા મફતમાં વીજળીને લઈને આંદોલન શરૂ કરવામાં આવી રહ્યું છે. આ બાબતમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજે અમે દિલ્હીના દરેક પરિવારને 200 યુનિટ મફત વીજળી આપી રહ્યા છીએ અને પંજાબમાં અમારા દ્વારા 300 યુનિટ મફત વીજળી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. તેઓ કહે છે કે, કેજરીવાલ મફતમાં વીજળી કેમ આપી રહ્યા છે? હું તેમને પૂછવા માંગુ છું કે, તમારા મંત્રીઓને કેટલી વીજળી મફતમાં મળે છે? તમારા મંત્રીઓ અને તમે લોકો 4:4, 5:5 હજાર યુનિટ વીજળી મફતમાં મેળવો તો સારું છે, પરંતુ જો મેં ગરીબ લોકોને 200:300 યુનિટ વીજળી મફત આપી હોય તો તમે લોકોને ઘણું નુકસાન પહોંચે છે.
આજે અમારા દ્વારા દિલ્હીની અંદર લોકોને મફતમાં યોગ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. દિલ્હીમાં અમારા દ્વારા 17 હજાર લોકોને યોગ કરાવવા માટે શિક્ષકોને મફતમાં મોકલવામાં આવી રહ્યા છે. અમારા 500 થી વધુ શિક્ષકો યોગ માટે મફતમાં સ્થળોએ જાય છે. અમારા દ્વારા દિલ્હીમાં દરેકની દવાઓ, તમામ ટેસ્ટ અને સારવાર મફત કરવામાં આવે છે, પરંતુ અમારો હેતુ એ છે કે, કોઈ બીમાર ન પડે. એટલા માટે અમે તેમને યોગ શીખવીએ છીએ. દરરોજ અમે 17,000 લોકોને યોગ શીખવીએ છીએ અને અમે તેમને યોગ શીખવવા માટે મફત શિક્ષકો મોકલીએ છીએ, તો શું અમે ખોટું કરી રહ્યા છીએ.
આજે અમારા દ્વારા હજારો વૃદ્ધોને દિલ્હીમાં મફત મુસાફરી કરાવવામાં આવી છે. દિલ્હીમાં 45 હજારથી વધુ વૃદ્ધો દ્વારા મફતમાં તીર્થયાત્રા કરાવવામાં આવી છે. દિલ્હીના વડીલો અયોધ્યા, હરિદ્વાર, મથુરા, શિરડી, રામેશ્વરમ અને પુરી સહિત અનેક સ્થળોએ યાત્રા કરવા માટે ગયા હતા. તીર્થયાત્રા કરવી એ પુણ્ય છે અને આ લોકો મારી સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે અને તે કહે છે કે, કેજરીવાલ રેવડી મફતમાં વહેંચી રહ્યા છે.