સુરત શહેરની વાત કરીએ અને ક્રાઈમની વાત થાય તેવું બને જ નહીં. સુરતમાં સતત દુષ્કર્મ, હત્યા, મારામારીની ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવી જ એક ઘટના સામે આવી છે. સુરતમાં એક વ્યક્તિ પર માવો ન ખવડાવવાની બાબતમાં છરી વડે બે વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના રુસ્તમ પાર્ક પાસે રહેનાર શકીલ જમીલ સૈયદ લિંબાયત સરદારનગર પાસે પાન માવો ખાવા માટે ઉભેલો હતા. તે સમયે કમરુનગરમાં રહેનાર શોહેલ ઈદરીશ બોબત અને સમીર બિસ્મિલ્લાહ શા તેની પાસે આવી ગયા હતા. શકીલને જણાવ્યું કે, ચલ..અમને પણ માવો ખવડાઈ. શકીલે જણાવ્યું કે, હું કેમ માવો ખવડાવું, મારી પાસે પૈસા નથી. જેના લીધે સોહેલ અને સમીરને ગુસ્સો આવી ગયો હતો. તે શોહેલ સાથે પેલ ગાળા-ગાળી કરી અને પછી ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો.
બંને યુવકો દ્વારા શકીલને ઢોર માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન શોહેલે તને બહુ ચરબી ચડી છે એમ કહી તેની પાસે રહેલું ચપ્પુ કાઢી શકીલના પેટના ભાગમાં મારી દીધું હતું. જેના લીધે શકીલ બૂમાબૂમ કરવા લાગતા ત્યાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જેના લીધે શોહેલ અને સમીર ત્યાંથી ભાગી ગયા હતા. આ દરમિયાન ભાગતા ભાગતા શોહેલે જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા ગયા હતા.
જયારે હુમલા બાબત શકીલ દ્વારા લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં લિંબાયત પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. હુમલાની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે, જેમાં આરોપીઓ દ્વારા ચપ્પુના ઘા મારવામાં આવી રહ્યા હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.