AhmedabadGujarat

તિસ્તા સેતલવાડ કેસને લઈને સામે આવ્યા સૌથી મોટા સમાચાર

તિસ્તા સેતલવાડ કેસને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તીસ્તા સીતલવાડના પૂર્વ સહયોગી રઈસ ખાન દ્વારા મોટો ધડાકો કરવામાં આવ્યો છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અહમદ પટેલ દ્વારા ગુજરાત તોફાનો બાદ 30 લાખ રૂપિયા આપવાની વાત કબુલવા આવી છે. વાસ્તવમાં એસઆઈટી દ્વારા તીસ્તા સીતલવાડની જામીન અરજીનો વિરોધ કરતા દાવો કરવામાં આવ્યો છે કે, અહમદ પટેલ દ્વારા ત્યારની ભાજપ સરકારને પાડવાના ષડયંત્ર માટે સામાજિક કાર્યકર્તા તીસ્તા સીતલવાડને 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

એક નામી ચેનલ મુજબ, રઈસ ખાન પઠાણ દ્વારા કહેવામાં આવ્યું છે કે, અહમદ પટેલ દ્વારા તીસ્તાને પોતાની પાર્ટી અને દેશ-વિદેશની એજન્સીઓ પાસેથી ફંડનું આશ્વાસન આપવામાં આવું હતું. તેણે જણાવ્યું છે કે, શરૂઆતમાં તીસ્તાને 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ 25 લાખ રૂપિયાની રકમ તીસ્તાને આપવામાં આવી હતી.

આ સિવાય તીસ્તાના પૂર્વ સહયોગી દ્વારા કહેવામાં આવ્યું છે કે, 2002 માં ગુજરાત તોફાનો બાદ જ્યારે અહમદ પટેલ દ્વારા પ્રથમ વખત તીસ્તાને સર્કિટ હાઉસમાં મળવા બોલાવવામાં આવી ત્યારે હું પણ તેમની સાથે રહેલો હતો. અહમદ પટેલ દ્વારા તીસ્તાને કહેવામાં આવ્યું હતું કે, તે બાબરી મસ્જિદ તોફાનમાં તેમની ભૂમિકાથી પરિચિત છે.

રઈસ ખાન મુજબ આ મુલાકાતમાં અહમદ પટેલ દ્વારા તીસ્તા સીતલવાડને કહેવામાં આવ્યું હતું કે, હું તમારા કામને સારી રીતે જાણું છું, જે તમારા દ્વારા બાબરી મસ્જિદ અને રામ જન્મભૂમિ આંદોલનના સમયે કરવામાં આવ્યું હતું. ત્યારે અમે સત્તામાં હતા, પરંતુ અત્યારે અમે નથી. બંનેની લાંબી વાતચીત બાદ વાત ફંડ પર આવીને અટકી હતી. તીસ્તા સીતલવાડ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, અમારી પાસે હાલ ફંડ નથી. જો ફંડની ઉણપ હોય તો અમે આગળ કામ કરીશું નહીં. તે સમયે અહમદ પટેલે તીસ્તાને ફંડને લઈને ચિંતા ન કરવાનું જણાવ્યું હતું. એવામાં આ મુદ્દા પર વિવાદ ઉભો થતા ગુજરાત કોંગ્રેસ દ્વારા એફિડેવિડમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય લાભ પ્રાપ્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના ઈશારા પર તેમની પાર્ટીના નેતા દિવંગત અહમદ પટેલનું નામ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

Back to top button