India

નૂપુર શર્મા પર સત્તાના નશાથી વધુ સુપ્રીમ કોર્ટ પર અધિકારનો નશો છવાયેલ છે. ઢીંગરાએ આપ્યું નિવેદન

હમણાં જ ઉદયપુરમાં કનૈયાલાલની હત્યા કરી દેવામાં આવી. એવામાં જાણે આની માટે કોર્ટએ નૂપુર શર્માને જ જવાબદાર ગણી છે. જણાવી દઈએ કે કનૈયાલાલના ફોનથી નૂપુર શર્માના સમર્થન વાળી પોસ્ટ કરવામાં આવી હતી જેમાં અમુક લોકોની ભાવનાને ઠેસ પહોંચી હતી. અને થોડા દિવસ પછી તેની હત્યા કરી દેવામાં આવી હતી. એ પછી સુપ્રીમ કોર્ટએ નૂપુર શર્માને આ હિંસા માટે જવાબદાર ગણી છે. એવામાં રિટાયર્ડ જજ એસએન ઢીંગરાએ ઉદયપુરએ ઉદયપુર હિંસાની માટે નૂપુર શર્માને જવાબદાર ગણવા પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, આ એક ગેર જવાબદાર ટિપ્પણી છે. જસ્ટિસ ઢીંગરાએ કહ્યું છે કે કોઈપણ દ્રષ્ટિકોણથી સુપ્રીમ કોર્ટને આવી ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી.

જસ્ટિસ ઢીંગરાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, “મારા મતે આ ટિપ્પણી પોતાનામાં ખૂબ જ બેજવાબદાર છે. સુપ્રીમ કોર્ટને એવી કોઈ ટીપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી કે જે વ્યક્તિ તેની પાસે ન્યાય માંગવા આવી હોય તેની આખી કારકિર્દી બરબાદ થઈ જાય અથવા બધી અદાલતો તેની સામે પૂર્વગ્રહયુક્ત હોય. એક રીતે જોઈએ તો નુપુર શર્માની વાત સાંભળ્યા વિના જ સુપ્રીમ કોર્ટે તેમના પર આરોપ લગાવ્યો અને ચુકાદો પણ આપી દીધો. ત્યાં કોઈ જુબાની ન હતી, કોઈ તપાસ નહોતી, અને તેને પોતાનો કેસ રજૂ કરવાની કોઈ તક આપવામાં આવી ન હતી.”

જ્યારે ઢીંગરાને પૂછવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટના ઓબસર્વેશન પર સવાલ ઉઠી રહ્યા છે, એવામાં તમે શું કહેવા માંગો છો? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે ‘સર્વોચ્ચ અદાલત પણ કાનૂનથી ઉપર નથી. કાનૂન એ કહે છે કે જો કોઈ વ્યક્તિને તમે દોષી સાબિત કરવા માંગો છો તો તમારે સૌથી પહેલા તેની ઉપર ચાર્જ ફ્રેમ કરવો જોઈએ, એ પછી બધા સાક્ષીઓ જાહેર કરવામાં આવે અને પછી તેને ચાન્સ મળશે કે તે સાક્ષીઓની ઉપર નિવેદન આપે. એ પછી તેને પણ પોતાના સાક્ષીઓ લાવવાનો ચાન્સ મળશે. એ પછી અદાલતનું કર્તવ્ય છે કે તે બધા સાક્ષીઓને ધ્યાનમાં લઈને પોતાનો નિર્ણય લે.

પોતાની વાત ચાલુ રાખતા જસ્ટિસ ઢીંગરાએ કહ્યું, “સુપ્રીમ કોર્ટ પોતે સત્તાના નશામાં છે. રસ્તા પર ઊભેલી વ્યક્તિ મૌખિક રીતે કંઈક બોલે તો લોકો તેને ગંભીરતાથી લેતા નથી, પરંતુ જો સુપ્રીમ કોર્ટ કંઈક કહે તો તેનું મહત્ત્વ છે. સુપ્રીમ કોર્ટે પોતાની જાતને એવા સ્તરે લઈ લીધી કે કોઈ મેજિસ્ટ્રેટ પણ આવું કામ નહીં કરે. તેઓ મૌખિક રીતે પણ બોલતા નથી.”

Back to top button