આપણે બધા જાણીએ છીએ કે, હાલના સમયમાં લોકોને સામાન્ય બાબતમાં પણ ગુસ્સો આવી જાય છે અને તેમના દ્વારા ના કરવાનું કરી દેવામાં આવે છે. જ્યારે આજે આવો જ એક બનાવ મહેસાણાના કડીથી સામે આવ્યો છે. જેમાં પાડોશમાં રહેનાર વ્યક્તિ પર સામાન્ય બાબતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મહેસાણાના કડીમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં પૂર્વ આર્મીમેન દ્વારા પાડોશી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. તેમાં પણ માત્ર ગાડી પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમાં પૂર્વ આર્મીમેન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે જાણકારી મુજબ આ આર્મીમેન દ્વારા પોતાની લાયસન્સવાળી ગનથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગમાં પાડોશીને ઈજા થતા તેને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે.
તમને જણાવી દઈએ કે, કડીના કરણનગર રોડ પાસે આવેલી સોમનાથ સોસાયટીમાં ગાડી પાર્ક કરવા મુદ્દે ઝઘડો થયો હતો. જેમાં પૂર્વ આર્મીમેન દ્વારા પોતાનું સ્કૂટર હટાવી કાર પાર્ક કરનાર પાડોશી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત પાડોશીને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ બંને પક્ષો દ્વારા સામ-સામી ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.
જ્યારે પૂર્વ આર્મીમેન દ્વારા પોતાના પર ધોકા વડે હુમલો કરવાનો આરોપ લગાવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પૂર્વ આર્મીમેન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પોતાની ગાડી પાર્ક કરવા માટે પાડોશી દ્વારા મારૂ એક્ટિવા પાડી દેવામાં આવ્યું હતું. માટે હું તેને રજૂઆત કરવા માટે ગયો હતો. પરંતુ સામેથી લોકોનું ટોળું આવી ગયું હતું તેના લીધે મારે ફાયરિંગ કરવું પડ્યું હતું.