Gujarat

કેનાલમા ડૂબતા મુસ્લિમ યુવાનને બચાવવા ક્ષત્રિય યુવાન જીતેન્દ્રસિંહ જાડેજા કુદી પડ્યા, પણ આખરે તેમનું પણ થયું મોત

ક્ષત્રીય સમાજ હંમેશા મદદ માટે જાણીતો રહ્યો છે ત્યારે ભચાઉ નજીક નર્મદા કેનાલમાં બે યુવાનો ડૂબ્યા હતા.આ બે યુવકોમાં એક યુવાન મુસ્લિમ સમાજ અને એક યુવાન ક્ષત્રિય સમાજ નો હતો. બન્નેના આમ અણધાર્યા મોતથી ગામમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનામાં એક યુવક ને બચાવવા બીજો યુવક કેનાલમાં કુદ્યો હતો.

ભચાઉ નજીક નર્મદા કેનાલમાં એક મુસ્લિમ યુવાન ફોટો પડતી વખતે કેનાલમાં પડતા જ ડૂબવા લાગ્યો હતો અને તેણે બચવાના પ્રયત્નો કર્યા છતાં તે અસફળ રહ્યો હતો.આ યુવક નું નામ અક્રમભાઈ અંબાડા હતું અને તેને બચાવવા માટે ક્ષત્રિય યુવાન જીતેન્દ્રસિંહ જાડેજા કેનાલમાં કુદ્યા હતા તેમનું પણ મોત થયું હતું. તંત્ર એ ભારે મહેનત કર્યા બાદ અક્રમ નો મૃતદેહ મળી આવ્યો અને ૧૦ કિલોમીટર દુર જીતેન્દ્રસિંહ નો મૃતદેહ મળ્યો હતો.

બળવંતસિંહ ગાંધીધામ ટ્રાન્સપોર્ટ નોકરી કરતા હતા અને તેઓ રવિવાર હોવાથી પોતાના ઘરે આવ્યા હતા તેવી માહિતી મળી છે. તેઓ કામ અર્થે ભચાઉ ગયા હતા ત્યારે કેનાલમાં ડુબતા યુવક ને જોતા જ તેઓ મદદ માટે કેનાલમાં કુદી ગયા હતા પણ આખરે કાલ બંને ને ભરખી ગયો હતો.

બંને ના મોતના સમાચાર વાયુવેગે ફેલાતા જ મુસ્લિમ આગેવાનો જીતેન્દ્રસિંહ ના ઘરે પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી. આગેવાને કહ્યું કે જીતેન્દ્રસિંહ જાડેજાએ મુસ્લિમ યુવાનને બચાવવા શહીદિ વહોરી તે મુસ્લિમ સમાજ ક્યારેય નહી ભૂલે.જીતેન્દ્ર સિંહ જાડેજાએ યુવકને બચાવવા પ્રાણ ની આહુતિ આપી તે ક્યારેય નહી ભૂલાય.

Back to top button