India

30 વર્ષના યુવકે 57 વર્ષ ઉમર કહીને 55 વર્ષની મહિલા અધિકારી સાથે લગ્ન કરી લીધા

એમપીની રાજધાની ભોપાલમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. 30 વર્ષના યુવકે પોતાનાથી ઉમરમાં 28 વર્ષ મોટી એક છૂટાછેડાવાળી મહિલા ઓફિસર સાથે લગ્ન કરી લીધા છે. મહિલા સ્પોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયામાં અધિકારી છે. લગનના સમયે તે ભોપાલમાં ડાયરેક્ટર હતી. હવે તેની બદલી દિલ્હી થઈ ગઈ છે. આરોપીએ યુવકએ પોતાને સાંસદનો દીકરો કહીને મહિલાની નજીક આવ્યો હતો. અધિકારીની ઉમર 55 વર્ષ છે. આરોપીએ પોતાની ઉમર 58 વર્ષ કહી હતી. તેને જોઈને તેને ઓળખવું ખૂબ મુશ્કેલ થાય છે.

તેણે મહિલા અધિકારી પર દબાણ કરીને લગ્ન કર્યા. પાછળથી ખબર પડી કે તે માત્ર 30 વર્ષનો હતો. અધિકારીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીએ બે લાખ રૂપિયાની છેતરપિંડી પણ કરી છે. આ સમગ્ર મામલે ડાયરેક્ટરે રાતીબાદ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ માટે અરજી કરી છે. આ પછી પોલીસે FIR નોંધી છે. એડિશનલ સીપી સચિન અતુલકરે સમગ્ર મામલામાં કહ્યું છે કે આરોપીઓની ધરપકડ માટે ટીમને દિલ્હી મોકલવામાં આવશે.

ફરિયાદીએ અરજીમાં મહિલા ડાયરેક્ટરે જણાવ્યું કે 3 વર્ષ પહેલા તેમની મુલાકાત ધનુપ્રેમ સાથે થઈ હતી. એ પછી તેમની વચ્ચે વાતચીત થવા લાગી હતી. તે યુવકએ જણાવ્યું કે તે અમદાવાદનો રહેવાસી છે અને તેમના પિતા સાંસદ પણ રહેલ છે અને બહુ મોટો બિઝનેસમેન છે. અમદાવાદના નામી પરિવાર સાથે તેને સંબંધ છે.

મહિલા અધિકારીએ સપ્ટેમ્બર 2020માં રતીબાદ વિસ્તારમાં ધનુપ્રેમલ સાથે લગ્ન કર્યા હતા. ફંક્શનમાં બંને પક્ષના પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. આ પછી ડિરેક્ટરની દિલ્હી ટ્રાન્સફર થઈ ગઈ, ત્યારથી તે દિલ્હીમાં રહે છે. તે જ સમયે, જ્યારે પાછળથી જાણવા મળ્યું કે આરોપીએ તેને જે કહ્યું હતું કે તેના પિતા ભૂતપૂર્વ સાંસદ હતા, તે જૂઠું નીકળ્યું. આરોપી કોઈ રાજકીય પક્ષ સાથે સંબંધિત નથી.

સ્પોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાની અધિકારી છૂટાછેડા લીધેલ છે અને તેની જન્મતારીખ વર્ષ 1968 છે. જ્યારે આરોપીએ તેનું જન્મ વર્ષ 1966 કહ્યું હતું. આ રીતે જોવા જઈએ તો તે અધિકારીથી બે વર્ષ મોટો છે. પછી એ ખુલાસો થયો હતો કે આરોપીની ઉમર 30 વર્ષ છે. આરોપીનું અસલી જન્મવર્ષ 1992 છે.

રાતીબડ પોલીસએ આરોપી વિરુધ્ધ અલગ અલગ ધારાઓ લગાવીને કેસ નોંધાવ્યો છે. પોતાને તે ઓક્સફોર્ડ ગોલ્ડ મેડલીસ્ટ જણાવે છે જ્યારે તે તો 12મુ ધોરણ પણ પાસ નથી. મહિલાનો આરોપ છે કે તેના પિતા પણ ફ્રોડ છે. પરિવારનો કોઈ રાજકીય સંબંધ નથી. તેણે ખોટું કહ્યું હતું.

Back to top button