Gujarat

જનસંખ્યાથી ચિંતિત જૈન સમુદાયનો અનોખો પ્રયોગ, બે થી ત્રણ બાળકો પૈદા કરો અને 10 લાખ રૂપિયા લઇ જાઓ…

દેશમાં દરેક સમાજ તેમનું વર્ચસ્વ અને અસતિત્વ ટકાવી રાખવા માટે ઘણી મહેનત અને સંઘર્ષ કરતા રહે છે. ત્યારે આજની મોંઘવારીમાં મોટા ભાગના લોકો હવે નાનું પરિવાર બનાવી રાખવાનું વિચારે છે જે આપણે બે અને આપણા બે નું સૂત્રને અનુસરે છે, ત્યારે ઘણા એવા પણ સમાજ છે જેમની જનસંખ્યા ઘણી ઓછી છે ત્યારે તેમના માટે આ સૂત્ર તેમના અસતિત્વને ટકાવી રાખવા માટે યોગ્ય સાબિત થતું નથી, ત્યારે હવે આ સમાજને ટકાવી રાખવા માટે કચ્છમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે.

જૈન સમુદાય ગુજરાતમાં તેમના સમાજની જનસંખ્યા ઘટવાથી ચિંતિત છે જે આ નવતર પ્રયોગ હાથ ધરતા સામે આવ્યું છે. જે જૈન સમુદાયે અનોખુ પગલુ ભરીને તેમની સમાજની જનસંખ્યા વધારવા માટે નિર્ણય લીધો છે. જેમાં જૈન સમુદાયની ઘટી રહેલી સંખ્યાને અટકાવવા માટે હમ દો હમારે તીન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત રાજ્યનાં બરોઇ ગામમાં કચ્છ વીસા ઓસવાલ જૈન સમુદાય દ્વારા કરવામાં આવી છે.

હમ દો હમારે તીન યોજનાની જાહેરાત હેઠળ સંપ્રદાયના યુવાનોને જોડવા માટે અને વધારે બાળકોને પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જેથી તેમની સમાજની જનસંખ્યાને વધારી શકાય. અને આ યોજના હેઠળ દરેક દંપત્તીના બીજા અને ત્રીજા બાળકને 10-10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.

જો કે આ યોજના હેઠળ બાળકોના જન્મ પર એક લાખ રૂપિયા આપવામાં આવશે અને બાકીના 9 લાખ રૂપિયા તેમના દર જન્મ દિવસના સમયે 50,000 રૂપિયા ઇન્સ્ટોલમેન્ટ પ્રમાણે તેમના માતા પિતાને આપવામાં આવશે. અને આ ઇન્સ્ટોલમેન્ટ રકમ 18 વર્ષ સુધી ચુકવવામાં આવશે. આ યોજના મુંબઇગરા કેવીઓ જૈન મહાજનો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ બાળકો પેદા કરો અને 10 લાખ રૂપિયા લઇ જાવ નું પેમ્ફલેટ હાલમાં સોશ્યિલ મીડિયા પર ઘણું વાયરલ થઇ રહ્યું છે. અને લોકો આ મામલે તેમની અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

આ યોજના પ્રમાણે 1 જાન્યુઆરી 2023 બાદ જન્મ લેનારા બીજા અને ત્રીજા દરેક બાળકને જ લાભ આપવામાં આવશે મળશે. અને આ યોજના માત્ર બરોઇ ગામ જૈન સમુદાયના લોકો માટે જ છે. આ અંગે બરોઇ કેવીઓ જૈન સમાજના સચિવ અનિલ કેન્યાએ જણાવ્યું હતું. જો કે અમારો જૈન સમાજ હજી પણ લઘુમતીમાં છે. અમારા ગામમાં હાલમાં માત્ર 400 પરિવાર જ છે, અને તેના માત્ર 1100 થી 1200 ની આસપાસ સભ્યો છે.

બરોઇ કેવીઓ જૈન સમાજના સચિવ અનિલ કેન્યાએ વધુમાં જણાવ્યું હતું કે, ઘણા પરિવારમાં તો માત્ર વૃદ્ધ લોકો જ છે, અને ભવિષ્યમાં તેમની દેખરેખ કોણ રાખશે? અને જો આ રીતે જ ચાલતું આવશે તો આગામી 50 વર્ષમાં અમારો સમગ્ર સમાજ જ નાબુદ થઇ જશે. જયારે આજના અનેક યુવાનો અવિવાહિત અથવા તો નિસંતાન રહેવાનું પસંદ કરે છે. જેના કારણે પણ આ પરિસ્થિતિ ઉભી થઇ રહી છે. જો કે, જૈન સમાજમાં પણ તમામ પરિવારો સમૃદ્ધ નથી જેના કારણે કેટલાક પરિવારોની જવાબદારી લેવા માટે સંગઠન તૈયાર છે, ભલે તેના એકથી વધારે બાળકો હોય. અને આ એક પ્રકારનું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

Back to top button