Gujarat

દારૂને કારણે સ્વજનોને ગુમાવનાર પરિવારની હૃદય કંપાવી દે તેવી વેદના આવી સામે, તમે પણ જાણો…

કહેવાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે, પરંતુ તે કહેવા પૂરતું જ છે, જો કે સૌથી વધુ દારૂની હેરાફેરી ગુજરાત માંથી પકડાય છે. રાજ્યમાં દારૂની હેરાફેરી કરનાર બુટલેગરોને પકડી પાડવા માટે પોલીસ દ્વારા સતત તપાસ અને આ ગુનેગારો પર સખ્ત બાજ નજર રાખવામાં આવે છે ત્યારે આ દરમિયાન પોલીસે અત્યાર સુધીમાં અનેક લોકોને ધરપકડ પણ કરી લીધી છે. જો કે આ મામલે પોલીસ કાર્યવાહીમાં ઢીલ કરતા આવા દારૂ વેચાણ કરતા તત્વો બેફામ બન્યા છે.

દારૂ પીવાને કારણે આવા દારૂડિયાના ઘરમાં નાનાથી મોટા દરેક લોકોનું જીવવાનું હરામ થઇ જાય છે અને સાંજે પતિ દારૂ પીને આવતા પતિ-પત્ની વચ્ચેના ઝઘડાઓ શરૂ થઇ જાય છે અને દારૂની લત લાગી જતા તેની પત્ની અને બાળકોનું જીવન અંધકારમાં જતું રહે છે, જયારે ઘણા બનાવમાં પતિ દારૂ પીવાને કારણે તેનું મોત પણ થઇ જાય છે જેના કારણે તેની પત્ની વિધવા બની જાય છે અને તેને આખું જીવન દુઃખમાં પસાર કરવું પડે છે, ત્યારે આજે આવી જ પત્નીઓની વેદના સામે આવી છે, જેને જાણીને તમારું પણ હૃદય ભરી આવશે.

દારૂને કારણે યુવાધન બરબાદ થઇ રહ્યો છે. ત્યારે આજે દારૂને કારણે સ્વજનોને ગુમાવનાર પરિવારની હૃદય કંપાવી દે તેવી વેદના સામે આવી છે, જે ભરૂચ જિલ્લાના જંબુસરના નાડા ગામમાંથી સામે આવી છે. પરિવારની વેદનાથી ભરૂચ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. જયારે જિલ્લામાં ફક્ત 40 દિવસમાં જ 1090 ગુના માત્ર પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધવામાં આવ્યા છે. જે નવનિયુક્ત જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલના આગમનથી આવા બેફામ બનેલ બૂટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો હોવાનું સામે આવ્યું છે.

જો કે, જિલ્લામાં ઘણા એવા ગામડાં છે જેમાં કેટલીયે મહિલાઓએ તેમના પતિને ગુમાવ્યા છે તો, ઘણાએ પુત્ર, ભાઈને ગુમાવ્યા છે. ત્યારે ગામમાં નવનિયુક્ત જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલના આગમનથી જે પોલીસના ભયથી દારૂ ગાળનાર અને દારૂ પીનાર ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે નાડા ગામના ગ્રામજનો અને ગામની મહિલાઓએ પોલીસની આ સરાહનીય કામગીરીથી સંતોષ વ્યકત કર્યો છે.

ગામની મહિલાએ તેમની વેદના જણાવતા કહ્યું કે, મારા પતિ દારૂ પીને મરી ગયા છે, અને મારા ઘરમાં દારૂ પીવાને કારણે ત્રણ લોકોનાં મોત થઇ ગયા છે. જ્યારે કેટલાંક મા-બાપ પોતાના જુવાન પુત્રના મૃત્યુને કારણે નિરાધાર અને નિસહાય બન્યાં છે. અને હજુ અનેક સ્ત્રીઓને પોતાનાં પતિ અને બાળકોની ચિંતા કોરી ખાય છે, કારણ કે ગામના અનેક પુરુષો અને યુવાધન દારૂના રવાડે ચડ્યાં છે. જે ગીતાબેન પરમારે જણાવ્યું હતું કે, મહેરબાની કરીને કોઇ ગામમાં દારૂ બંધ કરાવો. જો કે આ હૈયુ હચમચાવી દે એવી વેદના માત્ર એટલી ગીતાબેનની નહીં, પણ ગામની 150થી વધુ વિધવા મહિલાઓની છે.

જે મહિલાઓ પર પરિવારનું ગુજરાન ચલાવવાની ચિંતાની લકીર જોવા મળી રહી છે. ગામમાં ઘણી વિધવાઓ એવી છે, જેમનો એકનો એક પુત્ર દારૂ પીવે છે. કમાઇને ઘરમાં લાવવાના બદલે ઘરવખરી વેચીને પણ દારૂ પીવે છે. ત્યારે હાલમાં નવનિયુક્ત જિલ્લા પોલીસે ગ્રામજનોની સાથે મિટિંગ કરી અને તમામ બુટલેગરોમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં ગામમાં દારૂ મળવાનો બંધ થતા ગ્રામજનો અને સરપંચ પણ ખુશ થયા છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં દારૂ બંધીના કાયદાનો ભંગ ખુલ્લે આમ કરવામાં આવે છે. જો કે ગુજરાત રાજયમાં ભલે દારૂબંધી હોય પરંતુ ચોંકાવનારી વાત એ છે કે દારૂ, ચરસ અને ડ્રગ્સની હેરાફેરીમાં લેભાગું તત્વો ઘણી મોટી કમાણી કરી રહ્યા છે. જે સૌથી વધારે ગુજરાત રાજ્યમાંથી સામે આવે છે.

Back to top button