India

21 વર્ષની અભિનેત્રી અને મોડેલે ગળે ફાંસો લગાવી કરી આત્મહત્યા

ભારતીય ફિલ્મ જગતથી ફરી એક દુખદ સમાચાર આવી રહ્યા છે. અભિનેત્રી અને મોડેલ બીદિશા ડે મજૂમદારએ આત્મહત્યા કરી લીધી છે. અભિનેત્રીએ પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને જીવ આપી દીધો છે. બુધવારએ તેનો દેહ તેના જ એપાર્ટમેન્ટમાં ફાંસી લગાવેલ મળ્યો હતો. જાણકારી પ્રમાણે લોકોને ચોંકાવનાર આ બંગાળી મોડેલથી અભિનેત્રી બનેલ બીદિશાનો દેહ કોલકત્તાના નગર બજાર એરિયાના તેના ફ્લેટ પર મળ્યો હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે 21 વર્ષની બંગાળી અભિનેત્રી બિદિશા દે મજમુદાર છેલ્લા ચાર મહિનાથી પોતાના માતા-પિતા સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. બુધવારે સાંજે મૃત અભિનેત્રીનો મૃતદેહ તેના એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. મુખ્ય દરવાજો તોડીને તેના ઘરમાં ઘૂસી જતાં પોલીસે લાશ બહાર કાઢી હતી. અભિનેત્રીની હત્યા થઈ છે કે આત્મહત્યાનો મામલો છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસએ બીદિશાના નજીકના સંબંધીઓ, પરિવારના સભ્યો અને મિત્રો સાથે વાત કરી તેના વિષે બધી માહિતી ભેગી કરવા પૂછતાછ ચાલી રહી છે. મૃતક અભિનેત્રીના દેહને પોસ્ટમોર્ટમ માટે દવાખાન મોકલી આપવામાં આવ્યા છે.પોલીસના એક અધિકારીએ જણાવ્યું છે કે દેહ પાસે સુસાઇડ નોટ મળી છે જેમાં લખ્યું છે કે તે પોતાના કરિયરમાં ઓછા ચાન્સ મળી રહ્યા હતા જેના કારણે તે જીવ આપી રહી છે. અધિકારી પ્રમાણે હેન્ડરાઇટિંગ એક્સપર્ટ દ્વારા સુસાઇડનોટની તપાસ કરવામાં આવશે.

બંગાળી મોડેલ શહેરના નૈહટી એરિયાની રહેવાસી હતી અને દુલ્હનના મેકઅપના ફોટોશુટ માટે ખૂબ જાણીતી હતી. રિપોર્ટ પ્રમાણે વિદિશાનો એક બોયફ્રેન્ડ હતો જેનું નામ અનુભવ બેરા હતું.બિદિશાના મિત્રોએ દાવો કર્યો હતો કે તે સંબંધમાં કથિત રીતે નાખુશ હતી અને ડિપ્રેશનમાં હતી. ફ્લેટમાંથી સ્યુસાઈડ નોટ મળી આવતા વધુ તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા ટીવી સિરિયલોમાં કામ કરનારી પ્રખ્યાત અભિનેત્રી પલ્લબી ડે દક્ષિણ કોલકાતાના ગરફા વિસ્તારમાં સ્થિત પોતાના ભાડાના ફ્લેટમાં લટકતી હાલતમાં મળી આવી હતી.

Back to top button