અમદાવાદમાં વિચિત્ર બાબતમાં સામે આવી છે. જેમાં બે કારચાલકો દ્વારા સિકયુરિટી ગાર્ડને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં બની છે. જેમાં બે કાર ચાલક દ્વારા ગાડી પાર્ક કરવાની બાબતમાં ઝઘડો થઈ રહ્યો હતો. તે દરમિયાન સિક્યુરિટી ગાર્ડ ઝઘડાને શાંત કરવા વચ્ચે પડ્યો અને કહ્યું કે, તમે કેમ ઝઘડી રહ્યા છે. તેટલું જ કહેતા એક કાર ચાલક દ્વારા સિક્યુરિટી ગાર્ડને થપ્પડ મારવામાં આવી અને પેટના ભાગમાં હથીયાર મારવામાં આવ્યું હતું.
જેના લીધે સિક્યુરીટી ગાર્ડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જેના લીધે તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, સેટેલાઈટ વિસ્તારમાં રહેનાર અને શીતલ વર્ષા કોમ્પલેક્ષમાં આવેલ એચ સી સી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે સંદીપસિંહ પરિહાર ફરજ બજાવે છે. એવામાં ગઈ કાલ રાત્રીના સમયે તે નોકરી પર હતો તે દરમિયાન આ બનાવ બન્યો હતો. જેમાં રાત્રીના અગિયાર વાગ્યાની આજુબાજુ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર તે પોતાનું ટિફિન લેવા માટે ગયો હતો. તે દરમિયાન બે કાર ચાલક ગાડી બહાર કાઢવાની બાબતમાં અંદરો અંદર ઝઘડો કરવા લાગ્યા હતા.
ત્યાર બાદ ત્યાં સિક્યુરિટી ગાર્ડ આવી પહોંચતા તેમને કહ્યું કે, તમે ઝઘડો કેમ કરી રહ્યા છો તેમ બોલતા જ પોલો કંપનીની બ્લુ કલરની કારમાંથી બે લોકો તેની પાસે આવી ગયા હતા. તેમના દ્વારા ત્યાર સિક્યુરીટી ગાર્ડ કહેવામાં આવ્યું કે, “તું અહીં સિક્યુરિટી ગાર્ડ છે તો તારી જવાબદારી ગાડી પાર્ક કરાવવાની છે. જેના લીધે સિક્યુરિટી ગાર્ડે કહ્યું કે, મારી નોકરી ત્રીજા માળ પર આવેલ એચ સી સી હોસ્પિટલમાં રહેલી છે. ત્યાર બાદ કાર ચાલકે તેને જણાવ્યું કે, તો શું થયું તું સિક્યુરિટી ગાર્ડ તો છે ને તેમ કહીને તેને ગંદી-ગંદી ગાળો બોલવા લાગ્યા હતા.
ત્યાર બાદ સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેમને ગાળો બોલવાની ના પાડતા તે વધુ ગુસ્સે થઈ ગયા હતા. તેમાંથી એક આરોપી દ્વારા સિક્યુરિટી ગાર્ડને થપ્પડ મારી દેવામાં આવી હતી. ત્યાર બાદ બીજા આરોપી દ્વારા તેને પેટના ભાગમાં ધારદાર હથિયાર મારી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ બંને જણ ત્યાંથી નાસી ગયા હતા. તેમ છતાં ઇજાગ્રસ્ત સિક્યુરિટી ગાર્ડને ત્યાર બાદ નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. જ્યારે પોલીસ દ્વારા આ બાબતમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.